About Us
વ્યક્તિ સમિષ્ટના સમગ્ર સાંસ્કૃતિક ઘડતરમાં મદદરૂપ અનેક પ્રવૃતિઓ હાથ ધરવાની હોશ ઉમંગ રાખનાર સંસ્થા એટ્લે જ ચંચળબા લલિતકલા ઇન્સ્ટિટ્યૂટ.
મુદ્રાલેખ
- કલાત્મક અભિવ્યક્તિ દ્વારા સાંસ્કૃતિક ઘડતર
ધ્યેય
- આથમતા કલાકારોની કલાને જીવંત રાખવી.
- ઉગતા કલાકારોની કલાને વિકસાવવી.
દ્રષ્ટિ
- સંગીત, નાટક અને નૃત્ય કળા ક્ષ્રેત્રે તકો પૂરી પાડવી.
- આહલાદક વાતાવરણમાં ઉત્તમ કલાકારો તૈયાર કરી રાષ્ટ્ર ને સમર્પિત કરવા
મિશન
- સંસ્થાગત વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ જાગૃત કરી સર્વાંગી વિકાસના હેતુથી સંગીત, નાટક, નૃત્ય જેવી પ્રવૃતિઓનું આયોજન કરવું.
- વાદ્ય ક્લાસીસ, હાર્મોનિયમ, તબલા, ગિટાર, વોકલ ક્લાસ, નૃત્ય ક્લાસિક, નાટ્ય વર્ગો (ક્લાસીસ) જેવા વિવિધ પાઠ્ય વર્ગોના સસ્ઞ્ચલન દ્વારા વિદ્યાર્થીઓને નૂતન કલાત્મક પ્રવાહો તરફ દોરી કૌશલ્ય યુક્ત બનાવવા.
- વિદ્યાર્થીઓને રંગમંચ તથા વિવિધ કલાઓના સ્ટેજ પર પ્રસ્તુતિ કરવી તેમની આંતર શક્તિઓને બાહ્ય પ્રતિભા રૂપે ઉપસાવવી.
- પોતાની આંતર સૂજ તથા બુદ્ધિ કૌશલ દ્વારા વિદ્યાર્થીઓએ નાટ્ય લેખન અને નિદર્શન કરે. ભીતરી કલાત્મક અભિવ્યક્તિ ખિલવી શકે તેવી તક પૂરી પાડવી.
- સંગીત શિક્ષણ અને નૃત્યની તાલીમ (વિવિધ સાંસ્કૃતિક તાલીમ)ની ચકાસણી અંગે પરીક્ષાઓનું સંચાલન કરવું અને વિદ્યાર્થીઓને તે માટે તૈયાર કરવા.
Our Team